આજકાલ ભારત દેશ
રોજ આધુનિક અને ડીજિટલ બનતો જાય છે. દેશના ૧૨૫ કરોડ લોકો જાણે કે સિસ્ટમ ઉપગ્રેડ
થતી હોઈ તેમ રોજ ઉપગ્રેડ થતા જાય છે. આ ડીજીટલ ઇન્ડિયામાં અબજોનો વેપાર છે. દુનિયાની
સાથે સાથે આપણે પણ દરેક બાબતમાં ખુબ મોટી હરણફાળ ભરી છે અને હજુ પણ ખુબ મોટી
શક્યતાઓ રહેલી છે. દરેક ક્ષેત્રમાં આપણે પ્રગતિ કરીવી છે પણ આ આધુનિક ભારતમાં નાગરીકોના
જીવનધોરણમાં શું ફેરફાર આવ્યો તે બાબત ખાસ વિચારવા જેવી છે. પાયાની સુવિધાઓ,
શિક્ષણ, સ્વાસ્થ, રોજગારી, માળખાગત સુવિધાઓ, મોંધવારી અને નાગરીકોની આજે શું
સ્થિતિ છે ? તે બાબત જણાવી ખુબ મહત્વની છે. જો દરેક નાગરિકની આવકનો બધોજ હિસ્શો
ખર્ચાઈ જતો હોઈ અને પોતાની પરિસ્થિતિમાં કઈ ફરક ના પડતો હોઈ તો આ એક ખુબજ ગંભીર
સમસ્યા છે.
આજકાલ
દેશના લગભગ તમામ નાના મોટા વ્યવસાયો કે ધંધાઓ મંદી માંથી પસાર થઈ રહ્યા છે અને વળી
અસુરક્ષિત અનુભવી રહ્યા છે. ૧૨૫ કરોડ
નાગરીકોએ વિશ્વનું ખુબ મોટું બઝાર છે. આપણો દેશ સોંથી મોટો ઉપભોક્ત્તા છે તો પછી
સમસ્યા ક્યાં છે ? દરેક વસ્તુની માંગ વધાવતી જાય છે તો પછી ઉત્પાદન વધારવું જોઈએ
અને માંગને પહોચી વળવું જોઈએ. અને દરેક ધંધામાં સારી તેજી હોવી જોઈએ. પણ દેશમાં સ્થિતી
કઈંક જુદી છે.
સામાન્ય
સમજણ પ્રમાણે દેશમાં ૬૦કરોડ જેટલા ખેડૂતો અને ખેતી સાથે જોડાયેલા લોકો છે. આ તમામ
લોકો ગામડામાં વસે છે. રોજબરોજના વપરાસમાં લેવામાં આવતી મોટાભાગની વસ્તુનું
ઉત્પાદન સીધી કે આડકતરી રીતે આ લોકો કરે છે. એટલે કે ખેત પેદાશોનું ઉત્પાદન કરતા
દેશના આ લગભગ ૫૦% લોકો પણ વિવિધ વસ્તુઓના ઉપભોગતાઓ છે. તેઓને પણ સ્માર્ટ ફોનની જરૂર
છે શહેરમાં વસતા તમામ લોકોની જરૂરિયાત એ આ ૬૦ કરોડ ગામડામાં વસતા લોકોની જરૂરિયાત
છે. હવે જો આ લોકોની ખરીદ શક્તિ વધે તો દેશના અર્થતંત્રની ગતિ પણ વધે. દરેક
ધંધામાં ચમકારો આવે. મતલબ કે દેશના અર્થતંત્રની ચાવી આ દેશનું ગામડું છે.
હમણા તાજા આવેલા
સર્વેમાં ગુજરાતના ગામડામાં વસતા પરિવારોની માસિક આવક રૂપિયા ૩૦૦૦ કરતા પણ ઓછી છે.
જો આવું હોઈ તો આ પરિવાર ખર્ચ કેવીરીતે કરી શકે ? અને જો આ લોકોની ખરીદ શક્તિજ ના
હોઈ તો અર્થતંત્રને વેગ કેવીરીતે મળે ? મતલબ કે આપણી સરકારે એવું કઈક કરવું જોઈએ
જેથી ખેડૂતોની આવક વધે. જો ખેડૂતોની આવક વધશે તોજ સરકારની આવક વધશે અને તોજ દેશનો
વિકાસ થશે.
ભારત દેશ કૃષિ
પેદાશોને લઈને વિશ્વમાં સોંથી મોટો ઉત્પાદક બની શકે તેમ છે પરંતુ સરકારની ખેતી
પ્રત્યેની ઢીલી નીતી ના લીધે ખેતી અને ખેડૂત ખેતી છોડીને મજૂરી માટે શહેર તરફ વળ્યો
છે. ખેડૂતના શહેરમાં આવવાથી તેમની આવક અને ખર્ચની અસમાનતા કઈ ભાંગી જવાની નથી
ઊલટાની ગામડા કરતા પણ બદતર જિંદગી જીવવામાંટે મજબૂર થવું પડવાનું છે.
જો દેશના તમામ સરકારી
નોકરિયાતોને સમયાંતરે પગાર વધારા મળ્યા હોઈ એટલે કે ૨૦ વર્ષ પહેલા રૂપિયા ૪૦૦ ની
નોકરી કરતો સરકારી નોકર આજે ૨૦૦ ટકાનો વધારો મેળવતો હોઈ તો ખેડૂતોની આવકમાં આટલો
વધારો કેમ નહિ ? જો કોઈ કંપની રાહત પેકેજ માંગતી હોઈ તો ખેડૂતને રાહત પેકેજ કેમ
નહિ ? શહેરમાં વેચતા શાકભાજી, દૂધ અને અન્ય વસ્તુમાં ભાવ વધારો ન થાઈ અને મોંઘવારી
વધી ન જાય એના માટે ખેડૂતોએ શામાટે ઓછા ભાવમાં પોતાનો માલ વેચવાનો ? આતે કેવી નીતી
?
દેશમાં કપાસનો વેપાર
કરતા વેપારીઓની એક સંસ્થા દેશમાં ચાલતી કોટન મીલોના અસ્તિત્વ ટકાવી રાખવા માટે
સસ્તો કપાસ મળીરહે તે માટે સરકારને આજીજી કરે એટલે ખેડૂતોએ પોતાનો કપાસ સસ્તો
વેચવાનો ? કપાસ માંથી બનતા જીન્સ અને અન્ય કપડા શહેરના ઉપભોક્તા પાસે પહોછે ત્યારે
ખુબ મોંઘા વેચાઈ એમાં આ બધી મિલોને મબલખ નફ્ફો કરવાનો પરંતુ તેનો લાભ ખેડૂતો સુધી
નહિ પહોચાડવાનો ? દર વર્ષે માત્ર કપાસ ઉગાવતા કઈ કેટલાય ખેડૂતોએ આર્થિક બોજા હેઠળ
આપઘાત કરવાનો વારો આવે. આતો કેવી નીતી ?
ખેડૂતોને પોતાના
ઉત્પાદનોનું પુરતું વળતર અને ઉત્પાદનોના પરિવહન માટે પુરતી માળખાગત સુવિધાની
સાથે ખેડૂતોની આવકની ગેરેંટી પણ મળવી જોઈએ. કોઈ પણ કારણો સર પાક નિષ્ફળ જાય એટલે
રડતો કકળતો ખેડૂત સરકારને આજીજી કરે અને સરકાર પોતાની મરજી મુજબ ભીખનો ટુકડો ફેંકે
અને ખેડૂતોની મજાક બનાવે આવી સ્થિતી આ દેશની છે અને એટલેજ સમગ્ર દેશ વર્ષોથી ચાલી
આવતી આ નીતીના માઠા પરિણામો ભોગવે છે.
આ દેશમાં નાગરીકોનું રાજ નથી અને એટલેજ દેશમાં
થોડા પરિવારોની મોટી મોટી કંપનીઓના નફાનું ધ્યાન રાખતી સરકારો દેશ માટે ચિંતિત
હોતીજ નથી. હમણા થોડા દીવસો પહેલા ગુજરાતમાં પડેલા મુસળધાર વરસાદે સૌરાષ્ટ્રમાં
કેટલાક વિસ્તારમાં ભારે તબાહી મચાવી. લોકોને જાનમાલનું પારાવાર નુકશાન થયું. પરંતુ
રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તરફ થી મદદ તો શું સહાનુભુતિના બે શબ્દ પણ
ઉચ્ચારવામાં ન આવ્યા હોઈ ત્યારે આપના
વડાપ્રધાન શ્રી, અદાની અને અંબાણીના ધંધાનો વિસ્તાર વધારવા માટે નાના મોટા દેશોને
કરોડોની ખેરાત વેચતા જોવા મળે આ બાબત ખુબજ વિચિત્ર લાગેછે.
દેશના
દરેક ખેડૂતોએ આ વાત સમજાવી પડશે અને પોતાનો હક માંગવા મેદાને પડવું પડશે. સુનિશ્ચિત
આવક જો દેશના સરકારી નોકરોનો હક હોઈ શકે તો તે હક દેશના ખેડૂતોનો પણ છે. દેશના
ઉદ્યોગોને રાહત પકેજ મળે તો ખેડૂતોને પણ મળવું જોઈએ. દેશના ઉદ્યોગોની પેદાશોને
બજાર ભાવમાં રક્ષણ મળે તો ખેત પેદાશોને પણ મળવું જોઈએ. “ સૌવનો સાથ સૌવનો વિકાસ
“ ના બણગા ફૂંકતી સરકારને પુછવું જોઈએ કે
આ “ સૌવ ” માં દેશના ખેડૂતોનો સમાવેશ થાય છે કે માત્ર ઉદ્યોગ પતિઓનો ?
સોનાનો સુરજ ત્યારેજ
ઉગશે જયારે આ હક મેળવવા માટે ખેડૂત પોતેજ જાગૃત નહિ થાય. અને જો ખેડૂતોની
પરિસ્થિતિ સુધારશે તોજ દેશમાં ખરા અર્થમાં સોનાનો સુરજ ઉગશે. ઉદ્યોગોની ચાપલુછાય
છોડીને સરકારે ખેડૂતોની વહારે આવવું પડશે. ખેતી કોઈપણ ઉદ્યોગ કરતા વધુ રોજગારી આપી
શકે તેમ હોઈ આઝાદ ભારતની અત્યાર સુધીની બધીજ સરકારોની ખોટી નીતીનો ભોગ બની છે.
એક ખેડૂતના દીકરા
હોવાને નાતે હું ખુદ આ સોનાના સુરજની ખોજમાં ખેડૂતોની સાથે છુ અને બને તે બધુજ કરી
છૂટીશ. જગતના તાતને બચાવવા આપે પણ કમર કસવી પડશે. અને મને વિશ્વાસ છે કે આપ ચોક્કસ
જયારે પણ હાકલ પડે ત્યારે દેશના ખેડૂતોની વહારે આવશો.
સોનાના સુરજની ઉમ્મીદ
સાથે.......
મનોજ સોરઠીયા
સુરત, ગુજરાત.
(9825117266)